• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • શ્રમયોગીઓને ચૂંટણીનાં દિવસે રજા આપવા નાયબ નિયામકનો અનુરોધ

શ્રમયોગીઓને ચૂંટણીનાં દિવસે રજા આપવા નાયબ નિયામકનો અનુરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં તા. 9 ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. કારખાના ધારા 1948 હેઠળના કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા-સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 હેઠળના કારખાનાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલ સંસ્થા-સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે જો શ્રમયોગીઓ-કર્મચારીઓ પગાર મેળવવાનો હક્ક ધરાવતો હોય તેવા સંજોગોમાં જે-તે વ્યક્તિ રજા જાહેર થઇ હોય અને જે પગાર મેળવવાનો હક્ક ધરાવતો હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

જો મતદારની ગેરહાજરીથી જોખમ ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ-કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કા્ર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...