• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • શહેરનાં એસ.ટી ડેપો પાસે બહોળી સંખ્યામાં દલિત સમાજની હાજરી રહી

શહેરનાં એસ.ટી ડેપો પાસે બહોળી સંખ્યામાં દલિત સમાજની હાજરી રહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનાએસ.ટી બસસ્ટેન્ડ પાસે આવેલા ડો.બાબા સાહેબ આંબેડકર સ્મારક પાસે આજે તેઓને મેઘવાળ સમાજના આગેવાનો દ્વારા શ્રધ્ધાજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અમરેલી શહેરના મુખ્ય કહેવાતા એસ.ટી.બસસ્ટેન્ડ પાસે આજે બપોરના બે વાગ્યા આસપાસ બોધિસ્ત્વ મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર ના 61માં પરિનિર્વાણ દિન નિમીતે સમસ્ત અમરેલી જીલ્લા મેઘવાળ સમાજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે ડો.બાબાસાહેબ આંબેડકરજીને ભાવભરી શ્રંધ્ધાજલી આપવામાં આવી હતી. અહી મીણબતી અને હારતોરા કરીને મૌન રાખીને બાબા સાહેબને પ્રાર્થના કરવામાં આવી હતી. જે એક ધીરૂભાઇ ખીટોલીયાની યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...