• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વડીયા અને કુંકાવાવમાં રોડ શો બાદ અમરેલીમાં હાર્દિક પટેલની જાહેરસભા

વડીયા અને કુંકાવાવમાં રોડ શો બાદ અમરેલીમાં હાર્દિક પટેલની જાહેરસભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેસવારે વડિયામાંથી હાર્દિકના રોડ શોની શરૂઆત થઈ હતી. ઠેરઠેર મોટી સંખ્યામાં લોકો તેને આવકારવા ઉભા રહ્યા હતા. કુંકાવાવમાં જનસભા સંબોધી હતી. જંગર, લુણીધાર, આંકડીયા સહિતના ગામોમાં રોડ શો કર્યા બાદ હાર્દિકનો કાફલો અમરેલી પહોંચ્યો હતો. અમરેલી શહેરમાં પણ હાર્દિકે ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અમરેલીમા હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લો રાજકારણનુ એપી સેન્ટર છે. દર વખતે અહીના કૃષિમંત્રી હોય છે. પરંતુ ખેડૂતો પાયમાલ થયા છે. યુવાનો રોજગારી માટે સુરત જાય છે. અને ગામડાઓ ખાલી થાય છે. બહુ થયુ. કૃષિમંત્રીવાળુ, હવે મુખ્યમંત્રી જિલ્લાના હોવા જોઇએ. તેમણે યુવાનોને પોતાની આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમા રાખી મતદાન કરવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...