• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રજુઆત કરવા જતાં ઉશ્કેરાઈને શખ્સે યુવાન પર હુમલો કર્યો

રજુઆત કરવા જતાં ઉશ્કેરાઈને શખ્સે યુવાન પર હુમલો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાના સાળવા ગામમાં રહેતા ચનાભાઇ રાઠોડ નામના યુવાને ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ગામમાં પોતાની જ્ઞાતિની સ્મશાનની દિવાલનુ઼ં કામ ચાલી રહ્યુ હતુ. દીવાલનું કામ નબળું થતુ હોવાથી તેઓએ રજૂઆત કરવા જતા અહીં રહેતો ધીરૂભાઇ લાડુમોર નામના શખ્સે ઉશ્કેરાઈ જઈને યુવાનને ગાળો આપી હતી.

આથી યુવાને ગાળો આપવાની ના પાડી હતી. બાદ શખ્સે યુવાનને ઢીકાપાટુનો માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને કહ્યું કે તારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યા કરજે હું કોઈથી ડરતો પણ નથી તેમ કહીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બારામાં ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...