તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ટાંકો બનાવાયો પણ જર્જરીત હાલતમાં, વરસાદ બાદ પણ સમસ્યા યથાવત

ટાંકો બનાવાયો પણ જર્જરીત હાલતમાં, વરસાદ બાદ પણ સમસ્યા યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાનાનેસડી-2માં મહિ યોજનાનું પીવાના પાણી બાબતે અનેક વખત સત્તાધીશોને રજુઆત કરવા છતા તંત્ર દ્વારા પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવતો નથી. કારણે ગામમાં રહેતા લોકોએ માંગ કરી હતી કે વહેલી તકે પ્રશ્નનો નિકાલ કરવામાં આવે.

ખાંભા તાલુકાના નેસડી-2માં છેલ્લા ઘણા સમયથી ગામને મહિ યોજનાનું પાવાનું પાણી મળતુ નથી. કારણે ગામમાં રહેતા લોકોને ઉનાળાના સમયે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહી ગામમાં પાણી પુરવઠા યોજનાનો ટાંકો બનાવવામાં આવ્યો છે. તેમજ ગામમાં બે જગ્યાએ સ્ટેન્ડ પોસ્ટ કરવામાં આવ્યા છે. અને ખાંભા સંપથી સરકડીયા-રાયડી-પાટી-નેસડી સુધી મેઇન લાઇન નાખવામાં આવી નથી. જે બાબતને લઇને ઘણો સમય હોવા છતાં મહિ યોજનાનું પીવાનું પાણી ગામ લોકોને મળતુ નથી.

ગામમાં ટાંકો બનાવ્યો છે તેને પણ ઘણો સમય થવાથી જર્જરીત થઇને તુટી જવામાં છે. ટાંકાનું સમારકામ કરવામાં આવે અને ખાંભા બનેલા સંપમાંથી ગામના લોકોને પીવાનું પાણી પુરતુ મળતુ થાય તેવી લોક માંગ ઉઠી છે. ગંભીર પ્રશ્નને લઇને સરપંચ વી.જી. સાવલીયા દ્વારા અનેક વખત તંત્રને લેખીતમાં જાણ કરવામાં આવી છે. આમ છતા તેઓના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવતા નથી.

ભૂગર્ભ ગટરની કામગીરી પણ કરાઇ નથી

ગામમાંઘર વપરાશનાં પાણી નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી. તે માટે અંડર ગ્રાઉંડ પાઇપ લાઇન નાખી ગંદા પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા થાય તેવી માંગણી પર કરવામાં આવી છે. જે કારણે રોગચાળો થતો અટકશે અને ગામમાં સ્વચ્છતા જળવાશે તે માટે ગામમાં રહેતા લોકો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...