મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળાની ભિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રઅમરેલી જિલ્લામાં દરેક ગામડાઓમાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. દામનગરમાં પણ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. અહીં બજારમાં ગંદકીના ગંજ જોવા મળી રહી છે. જેનાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા સમસ્યાનો તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે તેવી સૌ કોઇની માંગ છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં દરેક ગામડાઓમાં ચારેબાજુ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. જેના કારણે દામનગર શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત સતાવ્યા કરે છે. અને બજારમાં પાણી ભરાયા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. અને મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. તેથી દામનગરના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સફાઇ કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...