• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સમાજ સુરક્ષા એકમ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી

સમાજ સુરક્ષા એકમ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલીના ઉપક્રમે બી.આર.સી. ભવન ખાંભા ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં બાળકો માટેની યોજનાઓ અને સામાજિક કાયદાઓ બાબતે જાગૃતિ કેળવવા તથા યોજનાકીય લાભો છેવાડાના ગામો સુધી પહોંચે તે હેતુથી પહેલા દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્ય શિબિરનું ઉદ્દઘાટન દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્ય શિબિરમાં જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી પી.જે. ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પીયુષભાઇ જોટંગીયા, પ્રોબેશન ઓફીસર સંજયભાઇ રાજકોટીયા, ભાવેશભાઇ ભાડ, અને ભીખુભાઇ સોલંકી દ્વારા સંપૂર્ણ યોજનાકીય માહિતીથી શિક્ષકોને વાકેફ કર્યા હતા.આ કાર્ય શિબિરમાં મામલતદાર જિલ્લા પંચાયત સદસ્ય નિર્મળસિંહ રાઠોડ, સરપંચ અંબરીશભાઇ જોશી, પી.એસ.આઇ. કુબાવત, ભાજપ પ્રમુખ વિપુલભાઇ શેલડીયા, વગેરે અતિથીઓને હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમરેલીની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...