• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓને વિદાય અપાઇ

ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓને વિદાય અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં મહિલાઓ માટે ચાલતી

મહિલાઓને બ્યુટી પાર્લર તેમજ સિવણ ક્લાસ અંગેની ટ્રેનીંગ અપાઇ

અમરેલીજિલ્લાની મહિલાઓ માટે એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા સ્વરોજગારી માટેની ઉદ્યોગલક્ષી વિવિધ પ્રકારની તાલીમ આપે છે. જેમાં વિવિધ ક્લાસીસ દ્વારા મહિલાઓને વિવિધ તાલીમ આપવામાં આવે છે. જેમાં ચાલુ મહીનામાં બ્યુટી પાર્લર તેમજ સિવણ ક્લાસ અંગેની બે 30 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીનાં ડાયરેક્ટર ડોબરીયાના અધ્યક્ષ સ્થાને વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં તાલીમાર્થી બહેનો દ્વારા એક મહિના દરમીયાન જે શિખવવામાં આવ્યું તેના પ્રતિસાદ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રેક્ટીકલ તેમજ જીવન ઉપયોગી સંસ્થા દ્વારા જે વિગતવાર અલગ અલગ વક્તા દ્વારા માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ એસ.બી.આઇ. આરસેટીના ડાયરેક્ટર ચૌહાણે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં મિશન મંગલમના ડીએલએમ કિરણભાઇ વ્યાસે પણ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...