• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં મશ્કરી બાબતે તકરાર થયા બાદ તલવારથી હુમલો કરાયો

અમરેલીમાં મશ્કરી બાબતે તકરાર થયા બાદ તલવારથી હુમલો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા સહિત ચાર શખ્સોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા

અમરેલીચિતલ રોડ પર આવેલી ઓમનગર સોસાયટીમાં ગઇ કાલે મારામારી સર્જાઇ હતી. અગાઉ મશ્કરી બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ મહિલા સહિત એક શખ્સે મળીને તલવાર અને લાકડી વડે અહી રહેતા પરિવારના ચાર સભ્યોને ઇજાઓ પહોચાડી હતી. બારામાં અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અમરેલી ચિતલ રોડ પર આવેલ ઓમનગર સોસાયટીમાં રહેતા રાજુભાઇ કાળુભાઇ મહેતા (ઉ.વ.49)નામના આધેડ પ્રાઇવેટ નોકરી કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. આધેડને બે દિવસ પહેલા મશ્કરી બાબતનું અહી રહેતા ધર્મેશ જીણા નામના શખ્સ સાથે બોલાચાલી થયેલી હતી. બાબતનું મનદુ:ખને લઇને ધર્મેન્દ્ર નામના શખ્સે હાથમાં તલવાર લઇને અને તેની પરીવારની સોનલબેન અને પુનમબેને લાકડી લઇને આધેડના ઘરે હુમલો કર્યો હતો. અહી ત્રણેય શખ્સોએ આવીને આધેડના પરિવારને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા.

હથિયાર ધારણ કરીને આવેલા ત્રણેય શખ્સોને ગાળો બોલવાની ના પાડતા ધર્મેન્દ્ર નામના શખ્સે આધેડના દિકરા ભાર્ગવને તલવાર વડે મારીને માથાના ભાગે ઇજાઓ કરી હતી. તેમજ સોનલબેન પુનમબેને લાકડી લઇને આધેડની પત્ની અને પુત્રીને મારમારીને ઇજા કરી હતી. બાદ અહી આધેડ આવી ચડતા તેઓને પણ ધર્મેન્દ્ર નામના શખ્સે હાથના ભાગે ગંભીર ઇજાઓ કરી હતી. તેમજ માથાભારે શખ્સોએ આધેડના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...