• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • મચ્છરનાં ઉપદ્રવને અટકાવવા અને સ્વચ્છ પાણી પીવા સલાહ

મચ્છરનાં ઉપદ્રવને અટકાવવા અને સ્વચ્છ પાણી પીવા સલાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેડુભારપ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચિતલ ગામમાં તાલુકા હેલ્થ ઓફીસર સિંહા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.ક્રિષ્નાબેન, સુપરવાઇઝર કે.એમ.વનરાની સુચનાથી અને તેમના માર્ગદર્શનથી ચિતલ ગામના આરોગ્ય કર્મચારી ગઢવીભાઇ, વિજયભાઇ તેમજ સાગરભાઇ દ્વારા ચિતલ અને જસવંતગઢમાં પાણી જન્ય રોગચાળો થાય અને મચ્છરજન્ય ઉત્પતિનો નાશ માટે અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં ગામમાં ફરીને નાના મોટા ખાડાઓ અને ખાબોચીયામાં બળી ગયેલુ ઓઇલ નાખવામાં આવ્યુ હતુ.

તેમજ ગામના ગામના લોકોને પણ પોતાના ઘરની આસપાસના ગટરો અને નાના મોટા ખાડાઓમાં મચ્છરોના ઉપદ્રવ થાય માટે લોકોને જાગૃતિ આપવામાં આવી હતી. અને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પાણીના કારણે રોગચાળો તાકેદારી રાખવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.

કાર્ય અંગે સરપંચને જાણ કરતા તેમણે કાર્યને પ્રશંસનીય ગણાવેલ હતુ. કાર્યમાં ગામ લોકો તેમજ શેડુભાર આરોગ્ય કેન્દ્રના ડો.હેતલબેન, ડો.ક્રીષ્નાબેન તેમજ વનરાજભાઇનું પુરતુ માર્ગદર્શન અને સાથ સહકાર મળેલો હતો. જે વિજયભાઇ અને ગઢવીભાઇની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...