• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કાલથી બંને ભાતીગળ મેળામાં હૈયેહૈયુ દળાશે : કાઠીયાવાડી લોક સંસ્કૃતિનાં થશે દર્શન

કાલથી બંને ભાતીગળ મેળામાં હૈયેહૈયુ દળાશે : કાઠીયાવાડી લોક સંસ્કૃતિનાં થશે દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીદર વર્ષે જન્માષ્ટમી પર્વ પર બે લોકમેળાનુ આયોજન કરવામા આવે છે. જે પરંપરા જાળવી રાખી આજે શહેરમા બે અલગ અલગ સ્થળે બે ભાતીગળ લોકમેળાનુ ભવ્ય ઉદ્દઘાટન કરવામા આવ્યું હતુ. બંને લોકમેળાઓ આગામી 17મી તારીખ સુધી ચાલશે. જેમા કાઠીયાવાડ પંથકની લોક સંસ્કૃતિના દર્શન થશે. અમરેલીમા લોકમેળાઓનો ભવ્ય આરંભ થઇ ચુકયો છે. અગાઉના વર્ષોની જેમ વર્ષે પણ અમરેલીમા જન્માષ્ટમી પર્વ પર બે સ્થળે લોકમેળાનુ આયોજન કરાયુ છે. અમરેલીના વંદે માતરમ ગૃપ દ્વારા અહીના જીમખાના ગ્રાઉન્ડ ખાતે લોકમેળો યોજાઇ રહ્યો છે. આમ તો મુકેશ સંઘાણીની આગેવાનીમા સારહી યુથ કલબ દ્વારા લોકમેળાનુ દર વર્ષે આયોજન થતુ હતુ. પરંતુ ચાલુ સાલે સારહી કલબના સહયોગથી વંદે માતરમ ગૃપના ભગીરથ ત્રિવેદી, ધાર્મીક રામાણી, સંજય રામાણી વિગેરે દ્વારા લોકમેળાનુ આયોજન કરાયુ છે. અહી કૃષિમંત્રી વઘાસીયા, મુકેશભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, પી.પી.સોજીત્રા, વસંતભાઇ મોવલીયા, અલકાબેન ગોંડલીયા, બાલાભાઇ માંજરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમા દીપ પ્રાગ્ટય કરી મેળો ખુલ્લો મુકાયો હતો. આવો એક અન્ય લોકમેળો અમરેલીમા ચિતલરોડ પર નુતન હાઇસ્કુલના ગ્રાઉન્ડમા લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા આયોજીત કરાયો છે. આજે સાંજે પાંચ કલાકે અહી આગેવાનોની ઉપસ્થિતિમા લોકમેળાનુ ઉદ્દઘાટન કરવામા આવ્યું હતુ. અહી સાંસદ નારણભાઇ કાછડીયા, દિવ્યેશભાઇ સાકરીયા, પી.પી.સોજીત્રા, પરેશભાઇ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

િવવિધ રાઇડ્સ બનશે આકર્ષણ

બંનેલોકમેળામા ખાણીપીણીના અને રમકડા સહિતના સ્ટોલ ઉપરાંત જુદીજુદી રાઇડ્સ આકર્ષણનુ કેન્દ્ર બનશે. ચકડોળ ઉપરાંત ઝુલા, સેલ્મબો, ટોરાટોરા, ચાંદ તારા, નાવડી, બ્રેક ડાન્સ, ડ્રેગન વિગેરેનુ આકર્ષણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...