તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વાવેરામાંથી રેતી ચોરી ઝડપાઇ, 3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વાવેરામાંથી રેતી ચોરી ઝડપાઇ, 3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા ખનીજ ચોરીને ડામવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. તેમ છતા છાનેખુણે આ પ્રવૃતિ ધમધમતી હોય પોલીસે રાજુલાના વાવેરા ગામેથી રેતી ચોરી કરતા એક ટ્રેકટરને ઝડપી લઇ કુલ રૂા. ત્રણ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે છેલ્લા થોડા સમયથી કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે. દરરોજ કોઇના કોઇ સ્થળે રેતી ચોરી ઝડપાઇ રહી છે. ત્યારે પોલીસે રાજુલાના વાવેરા ગામે રેતી ભરેલ ટ્રેકટર નંબર જીજે 14 એએ 8270 અને ટ્રોલી ઝડપી લીધી હતી. ટ્રોલીમા ત્રણ ટન રેતી ભરેલી હોય ચાલક દાનુભાઇ કાળુભાઇ ભુંકણ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે કુલ રૂા. ત્રણ લાખનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હેડ કોન્સ્ટેબલ એન.બી.દાફડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામા ખાસ કરીને નદીના પટ્ટમા ગેરકાયદે રેત ચોરીની પ્રવૃતિ ધમધમી રહી છે ત્યારે પોલીસની કામગીરીથી ખનીજ ચોરી કરતા તત્વોમા ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...