તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લોકોને ઘર બહાર નિકળવું મુશ્કેલ, ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા રજૂઆત

લોકોને ઘર બહાર નિકળવું મુશ્કેલ, ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં વોર્ડ નંબર 10માં ભૂગર્ભગટરના કારણે તમામ રોડ બિસ્માર બની ગયા છે. હાલ ચોમાસાની ઋતુ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે વરસાદના કારણે રોડ પર કીચડનો માહોલ જોવા મળે છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આવી હાલત છે. જેથી વોર્ડ નંબર 10ના નગરસેવક પ્રકાશભાઈ લાખાણીએ ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા રજૂઆત કરી છે.

અમરેલીમાં છેલ્લા 4 દિવસથી દરરોજ થોડો ઘણો વરસાદ આવે છે. જેના કારણે લોકોને દરેક સોસાયટીઓમાં પાણી ભરાવાથી ભારે મુશ્કેલીઓ પડે છે. વોર્ડ નંબર 10માં ચોમાસાની શરૂઆતમાં જ કીચડનો માહોલ જામ્યો છે. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ચૂક્યું છે. બાળકોને સ્કૂલે જવા માટે પણ મુશ્કેલી પડે છે. અહીં કીચડના કારણે વારંવાર ખૂંપી જાય છે.

વોર્ડ નંબર 10માં ગજેરાપરા, સરદારનગર, રણછોડનગર, બટારવાડી કથીરિયા પરા કોળીવાડ સાવરકુંડલા રોડ તમામ વિસ્તારમાં નાખવાથી સમસ્યાનું સમાધાન થઇ શકે છે અહીં તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા પ્રકાશભાઈ લાખાણીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. અને આગામી દિન-8મા કઈ કાર્ય નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...