તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં વિશ્વ યોગ દિન નિમીત્તે સ્વાસ્થ્ય માર્ગદર્શન શિબિર યોજાઇ

અમરેલીમાં વિશ્વ યોગ દિન નિમીત્તે સ્વાસ્થ્ય માર્ગદર્શન શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | વિશ્વ યોગ દિન નિમિત્તે અમરેલીમાં સૌ પ્રથમવાર રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી તથા સરકારી આયુર્વેદિક હોસ્પીટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ સપ્તાહ તથા સ્વાથ્ય્ય માર્ગદર્શન શિબિરનું ભવ્ય આયોજન સરકારી આયુર્વેદિક હોસ્પીટલનાં પટાંગણમાં કરવામાં આવ્યું છે. આ શિબિરમાં દરરોજ 300 ઉપરાંત નગરજનો એકી સાથે ભાગ લઇ રહ્યા હતા. રોટરી ક્લબ દ્વારા 7 દિવસ દરમીયાન સુંદર ગ્રાઉન્ડ વ્યવસ્થા સાથે યોગ પૂર્ણ થયા બાદ અલ્પાહારની સુંદર વ્યવસ્થા પણ રાખી હતી. આ યોગ શિબિરમાં યોગ ગુરૂ રિટાબેન કાનાબાર તેમની માનવ સેવા આપી રહ્યા હતા. કે જેઓ છેલ્લાં 5 વર્ષથી અમરેલી શહેરમાં યોગા ક્લાસીસ ચલાવી લોકોમાં યોગ વિશેની જાગૃતતા પુરી પાડે છે. જેઓએ 10 વર્ષનો બહોળો અનુભવ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પિયુષ અજમેરા, ત્રિલોક ભટ્ટ, કમલેશ જોશી, મયુર કાનાબાર, ચંદ્રેશ ઝીંઝુવાડીયા, અનિલ આડતીયા, મનીષ વાકોતેર, અંબરીશ રાજ્યગુરૂ તથા સમથી મેમ્બરો જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...