તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી જિલ્લામા વ્યાજબી ભાવની દુકાનોમા પાછલા કેટલાક સમયથી એક

અમરેલી જિલ્લામા વ્યાજબી ભાવની દુકાનોમા પાછલા કેટલાક સમયથી એક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા વ્યાજબી ભાવની દુકાનોમા પાછલા કેટલાક સમયથી એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ધારી તાલુકાના નાંગધ્રા અને વાઘવડીની વ્યાજબી ભાવની દુકાનમા ગામની વસતી કરતા પણ વધુ રેશનકાર્ડની વસતી હોવાની ચોંકાવનારી રજુઆત થઇ છે. અહીના એક કાર્યકરે જિલ્લા તંત્રને રજુઆતમા જણાવ્યું છે કે બંને ગામની વસતી 1974 છે. પરંતુ રેશનકાર્ડ પર 3410 વસતી બોલી રહી છે. અનેક બોગસ બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડનો જથ્થો બારોબાર જઇ રહ્યો છે.

નાંગધ્રાના મુળજીભાઇ બધાભાઇ દાફડાએ ગઇકાલે જિલ્લા પુરવઠા અધિકારીને બોગસ રેશનકાર્ડનુ કૌભાંડ ચાલતુ હોવાની રજુઆત કરી પગલા લેવા માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને ગામની વ્યાજબી ભાવની દુકાન નાંગધ્રામા છે. જેના રેશનકાર્ડની સંખ્યા 792 છે અને રેશનકાર્ડ પર બોલતી જનસંખ્યા 3410 છે. પરંતુ હકિકત એ છે કે રેશનકાર્ડ પર બોલતી આ જનસંખ્યા ઘણી વધારે છે.

વર્ષ 2011મા થયેલી વસતી ગણતરી અનુસાર નાંગધ્રા ગામની વસતી 1574 છે. જયારે વાઘવડી ગામની વસતી 402 છે. આમ બંને ગામની વસતી મળી 1974 છે. જયારે રેશનકાર્ડ પર વસતી 3410 બોલી રહી છે. આમ અહી લગભગ 1500 જેટલા લોકોનો વ્યાજબી ભાવનો જથ્થો વધારાનો આવે છે. અને જે બારોબાર ચાલ્યો જાય છે. તેમણે એવી પણ રજુઆત કરી છે કે ગામમા બોગસ બીપીએલ કાર્ડ અને બોગસ એપીએલ કાર્ડ પણ ચાલી રહ્યાં છે. ગરીબોના નામે સરકાર દ્વારા અપાતી વસ્તુ બારોબાર ખુલ્લા બજારમા ઉંચા ભાવે વેચાઇ રહી છે. દર મહિને લાખો રૂપિયાનુ કૌભાંડ થઇ રહ્યું છે. જેની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઇએ. પરંતુ કોઇ તપાસ થતી નથી. આ પ્રશ્ને તેમણે આગામી 23/7 સુધીમા યોગ્ય તપાસ કરી પગલા લેવા માંગ કરી છે. અન્યથા આગામી 23/7થી કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. આ મુદે તેમણે જિલ્લા કલેકટર, પુરવઠા પ્રધાન અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...