અમરેલી જિલ્લામા ખનીજ ચોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે

અમરેલી જિલ્લામા ખનીજ ચોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પોલીસે બગસરા અને હાલરીયા ગામે શેત્રુજી નદીના પટમા...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:06 AM
Amreli News - latest amreli news 020649

અમરેલી જિલ્લામા ખનીજ ચોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પોલીસે બગસરા અને હાલરીયા ગામે શેત્રુજી નદીના પટમા રેતી ચોરી કરતા વાહનોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 2.54 લાખનો મુદામાલ કબજે લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બગસરામાથી રેતી ભરીને પસાર થઇ રહેલા ટ્રેકટરને અટકાવી ચાલક અજય ગોવિંદભાઇ દાફડાની પુછપરછ કરતા અને કોઇ પાસ પરમીટ ન હોય પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મોટર સાયકલ લઇ પાછળ આવી રહેલા ટ્રેકટરના માલિક જયસુખભાઇ અને દિનેશભાઇ સામે પણ કાર્યવાહી કરાઇ હતી. પોલીસે અહીથી કુલ રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.કે.ડામોર તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે પોલીસે હાલરીયા ગામે શેત્રુજી નદીના પટમા રેતી ચોરી કરતા ટ્રેકટરને ઝડપી લીધુ હતુ. પોલીસે અહી ગોરધન મોહનભાઇ વાડદોરીયા અને ભરત મુળજીભાઇ કોરાટ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અહીથી રૂપિયા 1.21 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.રાઠોડ ચલાવી રહ્યાં છે.

X
Amreli News - latest amreli news 020649
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App