તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી લાઠી વડીયામાં વરસાદી ઝાપટાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી, લાઠી, બાબરા સહિતના શહેરોમા બે દિવસ પહેલા એક-એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જો કે આજે સવારથી જ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ અને અમરેલી, બાબરા, લાઠી અને વડીયા પંથકમા વરસાદી ઝાપટા પડી જતા વાતાવરણમા ટાઢુબોળ બની ગયુ હતુ. જો કે અન્ય કયાંય પણ વરસાદના વાવડ સાંપડયા ન હતા.

બે દિવસ પહેલા અમરેલી, બાબરા, લાઠી ગામમા એક-એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જો કે અન્ય શહેરોમા માત્ર છાંટા અને ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમરેલી શહેરમા બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ચડી આવ્યા હતા. જો કે અહી માત્ર હળવા ઝાપટા વરસતા રહ્યાં હતા. આ ઉપરાંત બાબરા પંથકમા પણ હળવા ઝાપટુ વરસી ગયુ હતુ. જયારે લાઠી અને વડીયામા પણ વરસાદી ઝાપટા પડતા માર્ગો પરથી પાણી વહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...