બાબરા તાબાનાં મોટા દેવળીયા ગામેથી છ જુગારીઓ ઝડપાયા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:06 AM IST
Amreli News - latest amreli news 020640
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ અહી ત્રાટકી હતી. પોલીસે અહીથી જાહેરમા જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે રૂપિયા 26930નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જુગારનો આ દરોડો મોટા દેવળીયા ગામે પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા મગન ગાંડાભાઇ વામજા, પ્રફુલ ગોરધનભાઇ કાનાણી, બાવનજી પુજાભાઇ પઠાણ, દિલીપ કાથડભાઇ ધાધલ, વિક્રમ સવજીભાઇ લોળીયા અને દડુ શેલારભાઇ મોયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 26930નો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એન.ટાપણીયા ચલાવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીથી ગઇકાલે પણ 10 જુગારી ઝડપાયા હતા. પોલીસના આ દરોડાથી જુગારીઓમા ફફડાટ ફેલાયો હતો. જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે જો કે તેમ છતા આ પ્રવૃતિ છાનેખુણે ધમધમતી જ રહે છે. પોલીસની આ કાર્યવાહીથી આસપાસનાં વિસ્તારોનાં જુગારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

X
Amreli News - latest amreli news 020640
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી