અમરેલીથી સુરેન્દ્રનગર રૂટની બસ બંધ બંધ થતા આ રૂટના

અમરેલીથી સુરેન્દ્રનગર રૂટની બસ બંધ બંધ થતા આ રૂટના મુસાફરો છેલ્લા દોઢ વર્ષથી રઝળી પડયા છે. અમરેલી ડેપો દ્વારા...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:06 AM
Amreli News - latest amreli news 020637

અમરેલીથી સુરેન્દ્રનગર રૂટની બસ બંધ બંધ થતા આ રૂટના મુસાફરો છેલ્લા દોઢ વર્ષથી રઝળી પડયા છે. અમરેલી ડેપો દ્વારા સારી આવક કરતી બસને બંધ કરી દેવામાં આવતા લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ત્યારે આજે આ રૂટના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોની એસટી વિભાગ પાસે ફરી આ બસ ચાલુ કરવા માંગ કરી છે.

અમરેલી એસટી વિભાગ દ્વારા અમરેલીથી વાયા ધાગધ્રા,ચોટીલા,સાયલા,સુરેન્દ્રનગર રૂટની બસ બંધ કરી દેવામાં આવતા આ રૂટના લોકોને સુરેન્દ્રનગર જવા માટે રાજકોટ જવું પડે છે. આ બસ વિશે લોકોનું કહેવું છે કે આ રૂટ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ રૂટ પર અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ થતો હતો પણ એસટી વિભાગે છેલ્લા દોઢ વર્ષથી બસ સેવા બંધ કરી દેતા લોકોને પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે એસટી વિભાગના અધિકારીઓ પાસે આ રૂટ ફરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

X
Amreli News - latest amreli news 020637
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App