તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • મોદીની સભા માટે અમરેલી ST ડીવીઝનની 100 બસો ફાળવાઇ, વધુ એક વખત જનતાને હાડમારી

મોદીની સભા માટે અમરેલી ST ડીવીઝનની 100 બસો ફાળવાઇ, વધુ એક વખત જનતાને હાડમારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 23 મી તારીખે જુનાગઢ આવી રહ્યા છે. અહિં તેઓ 362 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત કરવાના છે. ત્યારે તેમની જાહેરસભામાં જનતાને એકઠી કરવા અમરેલી એસટી ડીવીઝનની 100 બસો ફાળવી દેવામાં આવી છે. જે પૈકી 50 બસો બુધવારે જ રવાના થઇ જશે. જેને પગલે અમરેલી જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારના મુસાફરો રઝળી પડશે. ગુરૂવારે વધુ 50 બસો મોકલવામાં આવશે. આમ બે દિવસ સુધી એસટી દ્વારા ગ્રામ્ય વિસ્તારના રૂટો આડેધડ કાપી નાખવામાં આવશે.

ભુતકાળમાં પણ નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં અમરેલી જીલ્લામાંથી એસટી બસો ફાળવી દેવાના કારણે જનતાએ પારાવાર હાડમારી ભોગવી છે. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અવાર નવાર તેમના સૌરાષ્ટ્રના કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં એસટી બસો ફાળવી દેવામાં આવતી હોય આવી હાડમારી સહન કરવી પડતી હતી. હવે તેઓ 23મી તારીખે જુનાગઢમાં આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમરેલી એસટી ડીવીઝન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જન મેદની એકઠી કરવા માટે જુદા જુદા ડેપોમાંથી 100 બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ 100 બસો પૈકી અડધી બસો અમરેલી જીલ્લામાંથી જન મેદનીને કાર્યક્રમના સ્થળે જુનાગઢમાં લઇ જશે. જ્યારે અડધી બસો જુનાગઢ જીલ્લામાંથી જનમેદનીને કાર્યક્રમના સ્થળે લઇ જશે. અમરેલી એસટી વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે પીએમના કાર્યક્રમ માટે જે 100 એસટી બસો ફાળવવામાં આવી છે તે માટે ગ્રામ્ય વિસ્તારના રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. લાંબા રૂટની બસો તેના રાબેતા મુજબના સમયે ચાલુ રહેશે. જો કે ક્યાં ક્યાં ગ્રામ્ય રૂટો કેન્સલ રહેશે તેની એસટી દ્વારા જાહેર પ્રસિધ્ધી કરવામાં આવી ન હોય અમરેલી જીલ્લાની ગ્રામીણ વિસ્તારની જનતા હેરાન પરેશાન થઇ જશે. જે તે ગામમાં લાંબો સમય સુધી બસની રાહ જોયા બાદ ખબર પડશે કે બસ નથી આવવાની. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી અમરેલી શહેર કે આસપાસના તાલુકા મથકોએ અભ્યાસ માટે આવતા છાત્રોને પારાવાર હાડમારી વેઠવી પડશે.

50 બસ આજે અને 50 બસ કાલે જશે
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લોકોને લાવવા-મુકવા માટે જે 100 બસો ફાળવાય છે તે પૈકી 50 બસ બુધવારે રવાના કરાશે. જ્યારે બાકીની 50 બસ ગુરૂવારે રવાના કરાશે. આ તમામ બસો લોકોને પરત તેમના સ્થળે ઉતારી ગુરૂવારે રાત્રે કે શુક્રવારની વહેલી સવાર સુધીમાં પરત આવી જશે.

ક્યા ડેપોની કેટલી બસ ફાળવાય ?
અમરેલી ડેપો 30 બસ

સાવરકુંડલા ડેપો 20 બસ

બગસરા ડેપો 20 બસ

ઉના ડેપો 10 બસ

ધારી ડેપો 10 બસ

રાજુલા ડેપો 5 બસ

વડીયા-કુંકાવાવ-બગસરાના લોકોને લઇ જવાશે |જુનાગઢમાં સીવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો અને સભા માટે એસટીની 50 બસો વડીયા, કુંકાવાવ, બગસરા અને ધારી પંથકમાંથી લોકોને એકઠા કરી કાર્યક્રમના સ્થળે લઇ જશે અને સભા પૂર્ણ થયા બાદ પરત કાર્યક્રમના સ્થળે મુકવા જશે.

અન્ય સમાચારો પણ છે...