Home » Saurashtra » Latest News » Amreli » Amreli News - latest amreli news 020631

દેશભરમાં અલગ અલગ સમાજો સરકાર સામે પોતાની માંગ મૂકી

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 02:06 AM

દેશભરમાં અલગ અલગ સમાજો સરકાર સામે પોતાની માંગ મૂકી રહ્યા છે ત્યારે આહીર સમાજ દ્વારા રેજીમેન્ટની અલગ જ પ્રકારની...

  • Amreli News - latest amreli news 020631

    દેશભરમાં અલગ અલગ સમાજો સરકાર સામે પોતાની માંગ મૂકી રહ્યા છે ત્યારે આહીર સમાજ દ્વારા રેજીમેન્ટની અલગ જ પ્રકારની માંગ કરી દેશહિત માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સમાજનું કહેવું છે કે વર્ષોથી દેશની સેવા કરવા માટે ભારતનો આહીર સમાજ દેશની સરહદ ઉપર જાનની આહૂતિ આપતો આવ્યો છે. ભારતીય સેનામાં અનેક જ્ઞાતિ પ્રાંત આધારિત રેજિમેન્ટ છે ત્યારે આહિર સમાજની સમગ્ર દેશમાં સાચી ઓળખ ઊભી થાય એ માટે હજુ સુધી આહીર રેજીમેન્ટ કરવામાં આવ્યું નથી. જે સમગ્ર ભારતના 26 કરોડ આહીર સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. આ પ્રકારના આક્ષેપો કરી આહીર સમાજ દ્વારા મુખ્ય ચાર મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવશે.

    મુખ્ય ચાર મુદ્દામા સમગ્ર ભારતના અંદાજિત 26 કરોડ આહિર સમાજની દેશ માટેની માંગણીને ધ્યાને લઇ ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે અથવા સેનામાં તમામ રેજિમેન્ટની જગ્યાએ સેનાનું નામ ભારતીય સેના જ રાખવામાં આવે. વિકિપીડિયા જેવી વૈશ્વિક આસ્થા સમાજના હિન્દુ તેમજ મુસ્લિમ બનાવી રહી છે. ત્યારે સમગ્ર ભારતના આહિર સમાજની ધાર્મિક લાગણી સાથે છેડછાડ કરતી વિકિપીડિયા જેવી સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભારતના આહિર સમાજના જાતિગત આંકડાઓ બહાર પાડવામાં આવે. દેશહિત માટે શહીદ થનારા સૈનિકોના પરિવારને આપવામાં આવતી ન્યૂનતમ સહાયની જગ્યાએ સંતોષકારક સહાય આપવામાં આવે.આ પ્રકારના મુખ્ય ચાર મુદ્દાઓ સાથે આંદોલનકારી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને રજૂઆતો કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત- ચીન સાથેનાં યુદ્ધમાં આહીર રેજીમેન્ટ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી માતૃભુમીની રક્ષણ માટે અનોખી સેવા આપી હતી. આ યુદ્ધમાં દેશસેવા કાજે આહીરોએ જાનની આહુતી આપી હતી. ત્યારે હવે દેશ સેવા કરવા માંગતા અાહીરો માટે અલગ રેજીમેન્ટ બનાવી આપવા સરકારને શું વાંધો આવે છે તે સમજણની બહાર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ