આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત અમરેલીનો અમરેલી તાલુકા કક્ષાનો આશા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટા આંકડિયા, જાળીયા, શેડુભાર, વાંકિયાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અમરેલી, આરબીએસકેના તમામ મેડિકલ ઓફિસર, આશા બહેનો, આશા ફેસીલીટેટર સહિત 165 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસરે સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમમાં અમરેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટર અમરેલીના આશા બહેનો અને આશા ફેસીલીટરોને કુટુંબ કલ્યાણ કામગીરી, નવજાત શિશુ સંભાળ, વાહકજન્ય રોગો, બાળકોમાં ફુલ્લી રસિકરણમાં ઉમદા કામગીરી કરનારને તમામ મહેમાનો દ્વારા મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા બાબતે તથા હાલમાં સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન પુરુષો સામે મહિલાની સંખ્યા વિશે ભાર અપાયો હતો. આ કાર્યક્રમમાં ગામ ગ્રામ્ય કક્ષાએ 1 હાજરની વ્યક્તિએ એક આશાબેન દ્વારા આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. શહેરી વિસ્તારમાં દર બે હજારની વસ્તી એક અર્બન આશા દ્વારા આરોગ્યની તમામ સેવાઓ તેમજ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અંગે માર્ગદર્શન આપ્યું હતું.કુપોષિત બાળકોને જિલ્લા કક્ષાએ ચાલતા ઇં.આર.સી. સેન્ટર ખાતે રીફર કરવા ત્યાં કુપોષિત બાળકોને કઈ રીતે સારવાર આપવી તેમજ બાળકોના ફોલોઅપ વિશે સમજૂતી અપાઈ હતી.