અમરેલી શહેરમા હાલમા ઠેરઠેર ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યું છે.

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:06 AM IST
Amreli News - latest amreli news 020624
અમરેલી શહેરમા હાલમા ઠેરઠેર ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યું છે. જેના કારણે પાણીની પાઇપ લાઇનમા વારંવાર ભંગાણ સર્જાય રહ્યું છે. આજે અમરેલી શહેરની મધ્યમા ટાવર ચોક વિસ્તારમા જ મેઇન પાઇપ લાઇનમા ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી બિનજરૂરી રીતે રસ્તા પર વહી ગયુ હતુ. બજારમા નદીની જેમ પાણી વહેતુ હોય લોકોને અને વેપારીને પણ ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. આમપણ અમરેલી શહેર વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરના લોકોન હાલમા ત્રણથી ચાર દિવસે એક વખત પાણી મળી રહ્યું છે. ઓણસાલ વરસાદ ઓછો હોવાના કારણે પાલિકાના પાણીના સોર્સમા પણ ઘણુ ઓછુ પાણી છે તેવા સમયે પાણીનો વેડફાટ કોઇ કાળે પોસાય તેમ નથી. પરંતુ આજે શહેરની મધ્યમા ટાવરચોક જેવા વિસ્તારમા જ લાખો લીટર પાણી બીનજરૂરી રીતે વેડફાઇ ગયું હતુ. શહેરમા પાછલા બે વર્ષ કરતા વધુ સમયથી ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યું છે. આડેધડ કરાતા ખોદકામથી આમપણ શહેરમા ઠેકઠેકાણે પીવાના પાણીની પાઇપ લાઇન તુટવાની સમસ્યા સર્જાતી જ રહે છે. આજે આવી સમસ્યા ટાવરચોક વિસ્તારમા સર્જાઇ હતી. અહી પાણી વિતરણના સમયે મેઇન લાઇનમા ભંગાણ સર્જાતા જાણે ચોમાસાના પાણી ભરાયા હોય તે રીતે શહેરની બજારોમા પાણી ભરાયા હતા. લાંબો સમય સુધી પાણીનો વેડફાટ થયો હોવા છતા મેઇન લાઇન બંધ કરાઇ ન હતી. જેના કારણે લાખો લીટર પાણી વેડફાયુ હતુ. એટલુ જ નહી અહી બજારમા કામ સબબ પસાર થતા લોકોને પણ ગંદા પાણીમાથી પસાર થવુ પડયુ હતુ. શહેરની બજારોમા લબોલબ પાણી ભરેલુ હતુ. વેપારીઓ પણ પરેશાન થયા હતા અને તેમણે આ વિસ્તારમા ગ્રાહકો આવી શકતા ન હોય ઘરાકીનુ નુકશાન પણ સહન કરવુ પડયુ હતુ. તસ્વીર- જયેશ લીંબાણી

X
Amreli News - latest amreli news 020624
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી