તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ શરૂ છે. તા.31 ઓગષ્ટ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન્સ અને આપવામાં આવેલી લિંક્સ પર પોતાનો પ્રતિભાવ આપી, અમરેલી જિલ્લાને આ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરાવવા સહ ભાગીદારી નોંધાવવા, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કાર્યક્રમ અમરેલી જિલ્લાના અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામકે અપીલ કરી હતી.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મોબાઈલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જિલ્લાના આદર્શ નાગરિક તરીકે સ્વચ્છતાલક્ષી પ્રતિભાવ આપી તાલુકા ગ્રામ્ય કક્ષાના તમામ જાહેર સ્થળોનો પ્રતિભાવ આપી શકશે. સ્વચ્છ ભારત પ્રત્યે પોતાની ફરજો અદા કરવાની રહેશે. આ પ્રતિભાવ માટે લાભાર્થીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓનો સહકાર લઈને પણ પ્રતિભાવ રજૂ કરી શકાય છે.

આ ઉપરાંત ગાંધી સ્વયંસેવકોનું નોંધણી ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. ગાંધી સ્વયંસેવક તરીકે ગામના નાગરિકની ભૂમિકા અને તે ગામને સ્વચ્છ રાખવા નાગરિક તરીકે શું ફાળો રહેશે ? તેની વિગતો પણ ફોર્મમાં આપવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો અને માહિતી માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...