તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મનભરીને ઘૂમે છે ત્યારે અત્યારથી અમરેલીમાં

અમરેલીમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મનભરીને ઘૂમે છે ત્યારે અત્યારથી અમરેલીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મનભરીને ઘૂમે છે ત્યારે અત્યારથી અમરેલીમાં ખેલૈયાઓ ગ્રુપમાં રાસ ગરબા શીખી રહ્યા છે. અમરેલીના યુવા કોરિયોગ્રાફર કેતન મહેતાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં અનેક બાળકોએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. નવકાર ડાન્સ એકેડમી તથા અન્ય ગ્રુપ દ્વારા રાસ ગરબા કલાસીસ શરૂ થયા છે.

અમરેલીમાં નવરાત્રીનો ચીલો ધીમે ધીમે દર વર્ષે વધતો જાય છે. ગરબા રમવા માટે યુવક-યુવતીઓ એક મહિના પહેલા ગરબા કલાસીસમાં વિવિધ સ્ટાઇલના ગરબા શિખવા માટે જાય છે. અમરેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અત્યારથી ગરબા શીખી રહ્યા છે. જેમાં નવકાર ડાન્સ એકેડમી, રોક એન્ડ રોલ, વાઇબ્રન્ટ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્ટેપના ગરબા શીખવાડવામાં આવે છે.આ વર્ષે અલગ અલગ સ્ટેપ શીખવાડવામાં આવી રહ્યા છે. જેમાં ખેલૈયાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...