તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કડીયાળીમાં પત્નીનાં વિરહમાં પતિએ ઝેર પી જીવન ટુંકાવ્યું

કડીયાળીમાં પત્નીનાં વિરહમાં પતિએ ઝેર પી જીવન ટુંકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે ત્રણેક વર્ષ પહેલા અહી રહેતા એક યુવકના પત્નીનુ બિમારીથી મોત નિપજયું હોય તેના વિરહમા યુવકે પણ ગઇકાલે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ.

પત્નીના વિરહમા પતિના આપઘાતની આ ઘટના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા ભાવેશભાઇ નાનજીભાઇ વાઢેર (ઉ.વ.30) નામના યુવકની પત્ની ત્રણેક વર્ષ પહેલા બિમારીના કારણે મોતને ભેટી હતી. બાદમા ભાવેશભાઇ તેના વિચારોમા ગુમસુમ રહેતા હતા.

બાદમા ભાવેશભાઇએ પોતાની મેળે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ. આ બારામા તેના પિતા નાનજીભાઇએ જાફરાબાદ પોલીસ મથકમા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...