તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સાવરકુંડલામાં પાણી મુદ્દે યુવાન પર પિતા પુત્રનો પથ્થર વડે હુમલો, રાવ

સાવરકુંડલામાં પાણી મુદ્દે યુવાન પર પિતા- પુત્રનો પથ્થર વડે હુમલો, રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા નેસડી રોડ પર રહેતા એક યુવકને ઘર પાસે પાણી આવતુ હોવાથી સરેરી કરતા હોય તે મુદ્દે બે શખ્સોએ પત્થર વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જયારે ખાંભા તાબાના મોટા બારમણ ગામે રહેતી એક મહિલાને દુખત્રાસ આપી સળગવા મજબુર કરાતા ત્રણ સામે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

યુવક પર પત્થર વડે હુમલાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા સુરેશભાઇ હરિભાઇ મહેતા (ઉ.વ.35) નામના યુવકના ઘરની પાસે પાણી આવતુ હોય સરેરી કરતા પાડોશમા રહેતા વિનુભાઇ ટાંક અને તેના પુત્ર જીતેન્દ્રએ પત્થર વડે મારમારી ઇજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે પરેશભાઇ બાબુભાઇ જાદવની બહેનને મહેશ સામત સાંખટ, રૂડીબેન સાંખટ, સંજયભાઇ નામના શખ્સો શારિરીક માનસિક દુખત્રાસ આપી મેણાટોણા મારી સળગવા મજબુર કરતા ત્રણેય સામે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ એમ.યુ.સોલંકી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...