• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી વિધાનસભા વિસ્તારમાં કેન્સર સહાય ચુકવવામાં તંત્ર સદંતર નિષ્ફળ

અમરેલી વિધાનસભા વિસ્તારમાં કેન્સર સહાય ચુકવવામાં તંત્ર સદંતર નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી વિધાનસભામાં કેન્સર સહાયના લાભાર્થીઓની કાર્યવાહીમાં સરકારી તંત્ર દ્વારા લોલમલોલ વહીવટ ચાલતો હોવાના કારણે ખરેખર જરૂરીયાત ધરાવતા ગરીબોને આ યોજનાનો લાભ મળતો નથી ત્યારે અમરેલી વિધાનસભા લોક સરકાર ઇન્ચાર્જ રાજેશ ગોંડલીયાએ રજુઆત કરી છે.

અમરેલી વિધાનસભાના લોક સરકારના ઇન્ચાર્જ રાજેશ ગોંડલીયાએ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમરેલી વિધાનસભામાં ગામેગામ એવા પરિવારો છે કે એમની આર્થિક સ્થિતિ દયનિય છે, જેના કારણે સરકારની યોજનાઓની લાભ મળતો નથી. ભાજપ સરકાર દ્વારા એક તરફી ગરીબ કલ્યાણ મેળાઓના નામે મોટા તાયફાઓમાં પોતાની પ્રતિષ્ઠા બતાવે છે, પણ જમીન પર અસરકારક બનીને પોતાની પ્રતિષ્ઠાને પુરવાર કરવામાં નિષ્ફળ, સરકાર દ્વારા સરકાર ગરીબો માટે કામ કરતી હોવાના દેખાડા કરવામાં આવે છે તે બંધ કરી દઈને ખરેખર ગરીબોને લાભ મળે તે માટે પાયાની કામગીરી યોગ્ય રીતે થાય તે આવશ્યક છે.

અમરેલી વિધાનસભા વિસ્તારમાં કેન્સરના ઘણા દર્દી છે, જેની આર્થિક પરિસ્થિતિ અતિ નબળી હોય, અને જેઓ આ દવા ખરીદી શકે તેમ નથી. જેઓને તાત્કાલિક કેન્સર સહાય ચૂકવવાની ધારદાર રજુઆત કરતા અમરેલી વિધાનસભાના લોક સરકારના ઇન્ચાર્જ રાજેશ ગોંડલીયાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...