• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં સંવેદન ગ્રુપ દ્વારા 46મું ચક્ષુદાન લેવામાં આવ્યું

અમરેલીમાં સંવેદન ગ્રુપ દ્વારા 46મું ચક્ષુદાન લેવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં હંમેશ માટે સેવા માટે તત્પર રહેતું સંવેદન ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 45 ચક્ષુદાન લેવામાં આવ્યા છે. ત્યારે આજે અમરેલી જેસિંગપરામાં 46મુ ચક્ષુદાન લેવામાં આવ્યું હતું.

અમરેલી જેસિંગપરામાં રહેતા કંચનબેન રવજીભાઈ સુખડિયા(ઉ.વ. 71)નું હ્રદય રોગના કારણે તા. 2ના રોજ અવસાન થતાં તેમના વારસદાર પૂત્ર ધર્મેશભાઈ રવજીભાઈ સુખડિયા દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. આ ચક્ષુદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, સૂરેશભાઈ ઠાકર, સંવેદન ગૃપ અમરેલીના વિપુલ ભટ્ટી, દિલીપ રંગપરા તેમજ ડૉ. શિરોયા સાહેબે સેવા આપી હતી. તેઓની સમયસરની જાગૃતિથી બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બનશે. 46મું નેત્રદાન લેતાં સંવેદન ગૃપે ચક્ષુદાતાને સાદર શ્રધ્ધાંજલિ સહ પરિવારના પ્રેરણાદાયી કાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતાં. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...