તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી તાલુકાનાં કમીગઢ ગામે ગ્રામસભા યોજાઇ, વિકાસની ચર્ચા

અમરેલી તાલુકાનાં કમીગઢ ગામે ગ્રામસભા યોજાઇ, વિકાસની ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામલોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ કરાયું

અમરેલીતાલુકાના કમીગઢ ગામના સરપંચ રાજેશભાઇ ભાયાણીની જણાવાયુ હતુ કે આજે ગામમાં આવેલ ગ્રામપંચાયત ખાતે ગામલોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સભામાં ઉપ સરપંચ વિનોદભાઇ ગોજારીયા, તલાટી મંત્રી સતીષભાઇ ચાવડા, બી.બી ગોજારીયા, નટુભાઇ ગોજારીયા, આચાર્ય ઉભડા, દીપુભાઇ સોરઠીયા તથા ગામમાં રહેતા વડીલો અને અગ્રણીઓએ ખાસ ઉપસ્થિતિ આપી હતી જેમાં સ્વચ્છતા વિશે, રોડ વિશે, પાણી વિશે વિગેરે અલગ અલગ સુવિધાઓ માટે ગામના લોકોએ મળીને વિશેષ ચર્ચાઓ કરી હતી.જો દેશનો વિકાસ કરવો હોય તો ગામડાઓનો વિકાસ ખુબજ જરૂરી છે. આથી સરકાર દ્વારા પણ ગામડાઓને આગળ લાવવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. દેશ કેસલેશ તરફ આગળ જઇ રહ્યુ છે અને ડીજીટીલાઇઝેશનની ચર્ચાઓ થઇ રહી છે. આથી તમામ પ્રકારની ગામ લોકોને ગામમાંજ સુવિધાઓ મળે માટે ઉપસ્થિત લોકોએ ચર્ચાઓ કરી હતી. આગામી દિવસોમાં ગામ કઇ રીતે વિકાસ કરશે તેની ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ગામમાં રહેતા અનેક લોકોને હાલમાં પડતી મુશ્કેલીઓ સામે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવશે તે અંગેની ગ્રામસભાનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...