તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં સ્વસ્થ જીવન જીવવા અંગે પરિસંવાદ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોને સારૂ જીવન જીવવા માહિતી અપાશે

અમરેલીમારોટરી કલબ ઓફ અમરેલી સીટી અને સીમ્સ હોસ્પિટલના ઉપક્રમે વિનામુલ્યે પરિસંવાદનુ આયોજન કરવામા આવ્યું છે જેમા નિષ્ણાંત તબીબો દ્વારા સ્વાસ્થય પુર્ણ જીવન કઇ રીતે સારૂ જીવી શકાય તે અંગે સંપુર્ણ માહિતી આપવામા આવશે.

રોટરી કલબ ઓફ અમરેલી સીટી અને સીમ્સ હોસ્પિટલના ઉપક્રમે તા. 10ને શનિવારે સાંજે 5 થી 7 સુધી અહીના ટાઉન હોલ ખાતે વિનામુલ્યે પરિસંવાદ યોજાશે. જેમા ડો.અનીશ ચંદારાણા, ડો.ધીરેન શાહ, ડો.તરંગ પટેલ, ડો.કેયુર બુચ દ્વારા માહિતી આપવામા આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સચીન રાવલ, ડો.ભાવેશ મહેતા, મનીષ વાકોતેર, ડો.હરીશગીરી ગોસ્વામી, અમરીશ રાજયગુરૂ, ચંદ્રેશ ઝીંઝુવાડીયા સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...