સામંુ જોઇ કતરાવાની ના પાડતા યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરીયામાં યુવાનને ઢીકાપાટુનો માર માર્યો

ખાંભાનાઉમરીયામાં યુવાને સામુ જોઇને કતરાવવાની ના પાડતા શખ્સે ઉશ્કેરાઇને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. બારામાં યુવાને ગઇકાલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

ખાંભા તાલુકાના ઉમરીયામાં રહેતા શૈલેષભાઇ ગીરધરભાઇ નસીત (ઉ.વ.32) નામના યુવાનની સામે અહી રહેતો રાવત કાળુ કામળીયા નામના શખ્સ અવાર નવાર સામુ જોઇને કતરતો હતો. આથી યુવાને શખ્સને સામુ જોઇને કતરાવવાની ના પાડી હતી. જે બાબતનું મનદુ:ખ રાખીને રાવત કામળીયા નામના શખ્સે ગઇકાલે યુવાનની વાડીની બહાર આવીને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડી હતી. તેમજ શખ્સ ઉશ્કેરાઇને યુવાનને ઢીકાપાટુ વડે મુઢમાર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અહી યુવાનની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...