Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - સાવરકુંડલા પાલિકાનાં પુર્વ પ્રમુખ પર રોડનાં કામ મુદ્દે શખ્સનો હુમલો

સાવરકુંડલા પાલિકાનાં પુર્વ પ્રમુખ પર રોડનાં કામ મુદ્દે શખ્સનો હુમલો

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:02 AM

સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન ડી.કે.પટેલ પર રસ્તાનુ કામ ચાલુ હોય તે મુદ્દે બોલાચાલી થતા એક...

  • Amreli - સાવરકુંડલા પાલિકાનાં પુર્વ પ્રમુખ પર રોડનાં કામ મુદ્દે શખ્સનો હુમલો
    સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન ડી.કે.પટેલ પર રસ્તાનુ કામ ચાલુ હોય તે મુદ્દે બોલાચાલી થતા એક ભરવાડ શખ્સે હુમલો કરી મો પર કડુ મારી લોહીલુહાણ કરી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

    પાલિકા પુર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી ડી.કે.પટેલ સાવરકુંડલાના સામા પાદરની સીમમા પોતાનુ જેસીબી લઇને ગયા હતા. ત્યારે કરશન મંગા ચોટીયા નામના શખ્સે તેના પર આ હુમલો કર્યો હતો. અહી રસ્તાનુ કામ પણ ચાલુ હતુ અને ભરવાડ સમાજના સુરાપુરાની દેરી સરકારી પડતર જમીનમા આવેલી હોય ત્યાં કેટલાક લોકો દર્શનાર્થે આવ્યા હતા. આ સમયે અહી રસ્તાનુ કામ કરી માટી ઉચેટવાના મુદે તેમના સાથે બોલાચાલી કરી હતી અને બાદમા કરશન ચોટીયાએ હાથમા પહેરેલુ ચાંદીનુ કડુ તેના મો પર મારી લોહીલુહાણ કરી દીધા હતા અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમને સારવાર માટે ખસેડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending