• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ એક પ્રતિનિધી મંડળ આજે...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 02:02 AM
Amreli - ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ એક પ્રતિનિધી મંડળ આજે ગાંધીનગરમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યું હતુ. અને ખેડૂતોના દેવામાફી અને અલ્પેશ કથીરીયા સામેનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સહીતની માંગો સબબ આવેદનપત્ર પાઠવ્યું હતુ.

અમરેલી જિલ્લાના ધારાસભ્યો વિરજીભાઇ ઠુંમર, પ્રતાપભાઇ દુધાત વિગેરે પણ આ પ્રતિનિધિ મંડળમા જોડાયા હતા. આવેદનમા જણાવાયું હતુ કે કૃષિ યોજનાની અમલવારીમા લાપરવાહી, કૃષિ ઉપજ અને ખેત ઓજારો પરના વેરા, પોષણક્ષમ ભાવો, વિજળીની તંગી, સિંચાઇની અસુવિધા જેવા ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામા આવે અને દેવામાફી કરવામા આવે, લોકોના આંદોલનના અધિકાર પર તરાપ મારવાનુ બંધ કરી રાજદ્રોહના કેસોમાથી મુકત કરી તેમના અધિકારોનુ રક્ષણ થવુ જોઇએ. તેમણે આવેદનમા જણાવ્યું હતુ કે શિક્ષણનુ ખાનગીકરણ અને વ્યાપારીકરણ થઇ રહ્યું છે. રાજયમા આરોગ્ય સેવા કથળી છે. સરકારની નિષ્ફળતાના કારણે બેરોજગારી વધી છે. ત્યારે ખેતી પણ બચાવવાની જરૂર છે. હાર્દીક પટેલ 13 દિવસથી આંદોલન ચલાવે છે ત્યારે સરકારે તેની સાથે સીધો સંવાદ કરવો જોઇએ.

X
Amreli - ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસી આગેવાનોનુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App