Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી જિલ્લામા ઇકો ઝોનની જોગવાઇઓમા હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની

અમરેલી જિલ્લામા ઇકો ઝોનની જોગવાઇઓમા હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:01 AM

અમરેલી જિલ્લામા ઇકો ઝોનની જોગવાઇઓમા હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની મોટી સમસ્યા ઉભી થઇ છે....

  • Amreli - અમરેલી જિલ્લામા ઇકો ઝોનની જોગવાઇઓમા હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની

    અમરેલી જિલ્લામા ઇકો ઝોનની જોગવાઇઓમા હાઇકોર્ટના આદેશોને કારણે બાંધકામની રેતીની મોટી સમસ્યા ઉભી થઇ છે. બાંધકામમા વપરાતી રેતી ભાદર અને ભોગાવો નદીના રૂટના વિસ્તારમાથી મંગાવવી પડતી હોય રેતીના ભાવો આસમાને પહોંચ્યા હતા. રેતીની આ તંગીનો લાભ લઇ કેટલાક લોકોએ કાળાબજાર કરવાનુ પણ શરૂ કર્યુ હતુ ત્યારે રેતીની આ સમસ્યામા લોકોને રાહત મળે તે માટે પ્રયાસોને સફળતા મળી છે. અને ઇકોઝોન સિવાયના વિસ્તારોમાથી સરકારી કોન્ટ્રાકટરો તેમજ વ્યકિતગત ઉપયોગ માટે નાગરિકોને પરમીટ આપવાનો નિર્ણય કરાયો છે.

    આ પ્રશ્ને જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.ભરતભાઇ કાનાબારની આગેવાનીમા એક પ્રતિનિધી મંડળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાસે રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ પ્રશ્નની ગંભીરતા સમજી અધિકારી કૈલાશનાથન તથા ખાણ ખનીજ ખાતાના રાજયના વડા રૂપવંતસિંહ સાથે ડો.ભરતભાઇ કાનાબારની એક બેઠક કરાવ હતી.

    અમરેલી જિલ્લાના રેતીના 13 બ્લોકસની લીઝ આપવાની કાર્યવાહી કરવા આગળ વધારવામા આવી હતી. આ 13 બ્લોક પૈકી સાવરકુંડલા તાલુકાના કુલ 5 બ્લોક કરજાળા ખાતે 4 અને નેસડી ગામે 1 તથા ધારી તાલુકાના 8 બ્લોક, દિતલા ગામે 3 નવા ચરખા ખાતે 4, ખંભાળીયા ખાતે 1 બ્લોક બનાવવાના ચક્રો ગતિમાન થયા છે. જયાં સુધી રેતીના નવા બ્લોકની લીઝની હરરાજીનુ કામ પુર્ણ ન થાય ત્યાં સુધી સરકારી કોન્ટ્રાકટરો તથા અંગત ઉપયોગ માટે જિલ્લાના નાગરિકોને રેતીની પરમીટ આપવાનો નિર્ણય કર્યો છે. ખાણ ખનીજ ખાતામા તેમની કેટલી જરૂરિયાત છે તે દર્શાવતી ઓનલાઇન અરજી કરાશે આ અરજીના 15 દિવસમા જ માંગણીદારને પરમીટ અપાશે તેવી ખાતરી ખાણ ખનીજ અમરેલીના અધીકારી વાય.સી.પટેલે આપી છે. ડો. કાનાબારના પ્રયાસોને સાંસદ નારણભાઇ, કોન્ટ્રાકટ એસો.ના પ્રમુખ હસુભાઇ સતાણી, પી.પી.સોજીત્રા, દિપક વઘાસીયા, જયેશભાઇ ટાંકે બિરદાવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending