• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અજાણ્યો શખ્સ રાજકોટથી અમરેલી આવી કુરીયરમાં પાર્સલ બોંબ મોકલી ગયો હતો

અજાણ્યો શખ્સ રાજકોટથી અમરેલી આવી કુરીયરમાં પાર્સલ બોંબ મોકલી ગયો હતો

DivyaBhaskar News Network

Oct 20, 2018, 02:01 AM IST
Amreli - અજાણ્યો શખ્સ રાજકોટથી અમરેલી આવી કુરીયરમાં પાર્સલ બોંબ મોકલી ગયો હતો
ઉપલેટાની ક્રિષ્ના પબ્લિક સ્કુલને બે દિવસ પહેલા કોઇ શખ્સે કુરીયર મારફત પાર્સલમા બોંબ મોકલ્યાની ઘટનાએ સૌરાષ્ટ્રભરમા ચકચાર મચાવી છે. ત્યારે આ ઘટનાનુ પગેરૂ અમરેલીમા નીકળ્યું છે જેને પગલે ઉપલેટા પોલીસ તપાસ માટે અમરેલી દોડી આવી હતી. અજાણ્યા શખ્સે એસટી બસમા અમરેલી આવી ડેપો સામેથી જ કુરીયરમા પાર્સલ મોકલી રવાના થઇ ગયો હતો. જે અંગેના સીસીટીવી ફુટેજની પણ તપાસ હાથ ધરાઇ છે.

ઉપલેટાની સ્કુલને પાર્સલ બોંબ મોકલવાની ઘટનામા અમરેલીનુ કનેકશન ખુલ્યું છે. આધારભુત સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર આ સ્કુલને અમરેલીમાથી કુરીયર મારફત પાર્સલ બોંબ મોકલવામા આવ્યો હતો. જેને પગલે તપાસ માટે ગઇકાલે અને આજે રાજકોટ પોલીસની ટીમ અમરેલી દોડી આવી હતી. અને સીસીટીવી ફુટેજ કબજે લઇ કુરીયર ઓફિસના સંચાલકની પણ પુછપરછ કરી હતી. પોલીસની તપાસમા જણાયુ હતુ કે આશરે 40 થી 45 વર્ષની ઉંમરનો શખ્સ રાજકોટ સાવરકુંડલા રૂટની બસમા અમરેલી બસ સ્ટેન્ડ પર ઉતર્યો હતો અને બસ સ્ટેન્ડની બહાર નીકળી કોઇને કુરીયર ઓફિસ વિશે પુછપરછ કરી હતી. અને બાદમા બસ સ્ટેન્ડ સામેના કોમ્પ્લેક્ષમા નીચેના માળે આવેલી કુરીયરની ઓફિસમા જઇ ઉપલેટાની સ્કુલના નામના પાર્સલનુ બુકીંગ કરાવ્યું હતુ અને બાદમા પરત ચાલ્યો ગયો હતો. પાર્સલ બોંબ મોકલવા માટે અમરેલીની કુરીયર ઓફિસ જ કેમ પસંદ કરાઇ ?. આ ઘટનામા અમરેલીના કોઇ શખ્સો સંડોવાયેલા છે કે કેમ ? તે તપાસનો વિષય બન્યો છે. ગઇકાલની જેમ આજે પણ રાજકોટ એલસીબીની ટુકડી અમરેલી દોડી આવી હતી. પોલીસે અહીથી સીસીટીવી ફુટેજ કબજે લીધા છે. પોલીસને સીસીટીવી ફુટેજના આધારે જાણકારી મળી હતી કે આ શખ્સ રાજકોટ સાવરકુંડલા રૂટની બસમા અમરેલી આવ્યો હતો અને કુરીયરમા પાર્સલ આપ્યા બાદ પરત જવા ધોરાજીની બસમા બેઠો હતો. જો કે બસ ઉપડે તે પહેલા તે નીચે ઉતરી ગયો હતો. ત્યારબાદ તે કયા ગયો તે સ્પષ્ટ થયુ ન હતુ.

X
Amreli - અજાણ્યો શખ્સ રાજકોટથી અમરેલી આવી કુરીયરમાં પાર્સલ બોંબ મોકલી ગયો હતો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી