• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીમાં રહેણાંકમાંથી તસ્કરો રૂ.1.46 લાખની મત્તા ચોરી ગયા

અમરેલીમાં રહેણાંકમાંથી તસ્કરો રૂ.1.46 લાખની મત્તા ચોરી ગયા

Amreli - અમરેલીમાં રહેણાંકમાંથી તસ્કરો રૂ.1.46 લાખની મત્તા ચોરી ગયા

DivyaBhaskar News Network

Oct 20, 2018, 02:01 AM IST
અમરેલી શહેરમા છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને છેવાડાના સોસાયટી વિસ્તારોમા તસ્કરોની રંજાડ વધી છે. ત્યારે અહીના ચક્કરગઢ રોડ પર આવેલ અમૃતધારામા એક રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી રોકડ, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.46 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઇ જતા આ બારામા તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે. રહેણાંકમા ચોરીની આ ઘટના અમરેલીમા બની હતી. અહી રહેતા સંજયભાઇ શાંતિભાઇ સતાણીના મકાનમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મકાનના દરવાજાનો લોક તોડી ગેરકાયદે અંદર પ્રવેશ કર્યો હતો. બાદમા કબાટમા રાખેલ રોકડ રૂપિયા 80 હજાર તેમજ સોના ચાંદીના દાગીના કિમત રૂપિયા 66,415 મળી કુલ રૂપિયા 1,46,415ની ચોરી કરીને લઇ ગયા હતા. આ બારામા તેમણે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ જે.એલ.ઝાલા તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી છેવાડાની સોસાયટીઓમા તસ્કરોના આંટાફેરા વધ્યાં છે. અગાઉ હનુમાનપરા પાઠક સ્કુલ બાજુમા આવેલ સોસાયટી વિસ્તારમા તસ્કરોએ ત્રણ મકાનમા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

X
Amreli - અમરેલીમાં રહેણાંકમાંથી તસ્કરો રૂ.1.46 લાખની મત્તા ચોરી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી