Home » Saurashtra » Latest News » Amreli » Amreli - વાવેરામાં ફળીયામાં સુતેલા વૃદ્ધા પર રાત્રે હુમલો કરી 90 હજારના દાગીનાની લુંટ

વાવેરામાં ફળીયામાં સુતેલા વૃદ્ધા પર રાત્રે હુમલો કરી 90 હજારના દાગીનાની લુંટ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:01 AM

અમરેલી જિલ્લામાં ફરી લુંટારૂ ગેંગ સક્રિય : પોલીસને ખુલ્લી ચેલેન્જ

 • Amreli - વાવેરામાં ફળીયામાં સુતેલા વૃદ્ધા પર રાત્રે હુમલો કરી 90 હજારના દાગીનાની લુંટ
  રાજુલા તાલુકાના વાવેરા ગામે ઘરના ફળીયામાં સુતેલા 70 વર્ષીય વૃધ્ધા પર હુમલો કરી અજાણ્યા શખ્સે કાનમાં પહેરેલા રૂા. 90 હજારની કિંમતના વેઢલાની લુંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે.

  રાત્રીના સમયે ઘરના ફળીયામાં સુતેલા વૃધ્ધાને લુંટી લેવાની આ ઘટના રાજુલા તાલુકાના વાવેરા ગામે ગઇ મધરાત્રે સાડા બારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. વાવેરાના નાનીબેન નકાભાઇ કાછડ (ઉ.વ. 70) નામના વૃધ્ધા આ લુંટનો ભોગ બન્યા હતાં. નાનીબેન કાછડ ગઇરાત્રે પોતાના ઘરના ફળીયામાં જ સુતા હતા તે સમયે એક અજાણ્યો લુંટારૂ શખ્સ ત્યાં ધસી આવ્યો હતો.

  આ અજાણ્યા શખ્સે સાડા બારેક વાગ્યાના સુમારે ફળીયામાં આવી નાનીબેન પર હુમલો કરી નિર્લજ્જ રીતે માર માર્યો હતો અને તેણે કાનમાં પહેરેલા રૂા. 90 હજારની કિંમતના છ નંગ વેઢલા લુંટી લઇ નાસી ગયો હતો. આ વૃધ્ધાએ બીજા દિવસે રાજુલા પોલીસ મથકે દોડી જઇ અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.

  ભુવા ગામનાં યુવાને ઘરકંકાસથી કંટાળી ઝેર પી જીવન ટુકાવી લીધું

  ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

  ઘરકંકાસના કારણે યુવાને આપઘાત કરી લીધાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે ગઇકાલે સવારે બની હતી. અહિંના સુરેશ ગોબરભાઇ વાઘેલા (ઉ.વ. 20) નામનો યુવાન સવારે મજુરીકામે ગયો હતો ત્યારે ત્યાં તેણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેનું મોત થયુ હતું. મૃતક સુરેશના પિતા ગોબરભાઇ સોમાભાઇ વાઘેલાએ પોલીસને જણાવ્યુ હતું કે ગૃહકંકાસના કારણે તેણે આ પગલુ ભર્યુ હતું. એએસઆઇ વી.એસ. વણઝર બનાવની તપાસ ચલાવી રહ્યા છે.

  અન્ય એક ઘટનામાં અમરેલી તાલુકાના ચાંદગઢ લાભુબેન ભરતભાઇ ખુમાણ (ઉ.વ. 42) નામના મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ મહિલાના પતિએ ચાર દિવસ પહેલા પાક નિષ્ફળ જવાની ભિતીએ ઝેર પી આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેના પત્નીએ પણ ઝેર પીધુ હતું. બનાવ અંગે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ