Home » Saurashtra » Latest News » Amreli » Amreli - એક તરફ સરકાર મુસ્લિમ મહિલાઓને તલાકના દુષણ સામે કાયદાનુ

એક તરફ સરકાર મુસ્લિમ મહિલાઓને તલાકના દુષણ સામે કાયદાનુ

Divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:01 AM

એક તરફ સરકાર મુસ્લિમ મહિલાઓને તલાકના દુષણ સામે કાયદાનુ રક્ષણ આપવા જઇ રહી છે. ત્યારે બીજી તરફ સમાજમા હજુ પણ...

  • Amreli - એક તરફ સરકાર મુસ્લિમ મહિલાઓને તલાકના દુષણ સામે કાયદાનુ

    એક તરફ સરકાર મુસ્લિમ મહિલાઓને તલાકના દુષણ સામે કાયદાનુ રક્ષણ આપવા જઇ રહી છે. ત્યારે બીજી તરફ સમાજમા હજુ પણ તલાક..તલાક..તલાક દ્વારા પત્નીને તરછોડી દેવાની ઘટનાઓમા કોઇ કમી નથી. અમરેલીના એક મેમણ યુવાને તો મિત્રના મોબાઇલ મારફત વોટસએપ પર પત્નીને તલાક આપી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

    અમરેલીમા બટારવાડી વિસ્તારમા રહેતી એક 23 વર્ષીય મેમણ પરિણિતા પતિએ આ રીતે વોટસએપ પર આ રીતે તલાક દેતા ન્યાય માટે અહીના મહિલા પોલીસ મથકે દોડી ગઇ હતી અને પોતાના પતિ શહેઝાદ અલ્તાફભાઇ ડબાવાલા અને સાસુ, સસરા સામે અહી ફરિયાદ નોંધાવી હતી. જેમા આ મહિલાએ જણાવ્યુ હતુ કે તેના લગ્ન તા. 15/1/17ના રોજ શહેઝાદ સાથે થયા હતા. લગ્નના શરુઆતના સમયમા તો બે મહિના સુધી તેમનો ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો.

    એકાદ વર્ષ પહેલા આ પરિણિતા રમઝાન માસમા માવતરે ગઇ હતી અને 25 રોઝા માવતરે કર્યા બાદ બાજુમા જ પરત સાસરીએ ગઇ હતી. જયાં તેના કબાટમાથી સોનાનો સેટ ગાયબ હોય તે અંગે સાસુ, સસરાને પુછતા ત્યારથી ઘરમા કંકાશ શરૂ થયો હતો. સાસુ, સસરા અને પતિ દ્વારા તેને સતત ત્રાસ અપાતો હોય તેના પિતા પરત માવતરે તેડી ગયા હતા. છેલ્લા એકાદ વર્ષથી આ પરિણીતા તેના માવતરે છે.

    ત્યારબાદ પણ તેનો પતિ અવારનવાર ફોન અને મેસેજ કરી તેને ધમકીઓ આપતો હતો. અને થોડા દિવસ પહેલા તેના મિત્રના મોબાઇલ મારફત વોટસએપ પરથી તલાકનો મેસેજ મોકલી આપ્યો હતો. જેને પગલે પરિણિતાએ ત્રણેય સામે મહિલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ