Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » અમરેલીમાં જેલની બહાર આવતાંની સાથે જ યુવતીનો યુવક પર દાતરડા વડે હુમલો

અમરેલીમાં જેલની બહાર આવતાંની સાથે જ યુવતીનો યુવક પર દાતરડા વડે હુમલો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:01 AM

બે દિવસ પુર્વે જ યુવતીએ કારનાં કાચ તોડી નુકસાન કર્યુ હતું, ફરીથી ધરપકડ

  • અમરેલીમાં જેલની બહાર આવતાંની સાથે જ યુવતીનો યુવક પર દાતરડા વડે હુમલો
    અમરેલીમાં ચિત્તલ રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા એક યુવક પર પાડોશમા જ રહેતી એક યુવતીએ ગઇકાલે કારમા તોડફોડ કર્યા બાદ આજે ફરી વખત યુવક પર દાતરડા જેવા હથિયાર વડે હુમલો કરાતા આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે યુવતિ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

    યુવક પર હુમલાની આ ઘટના અમરેલીમા બની હતી. અહી સિધ્ધિ વીનાયક સોસાયટીમા રહેતા જીજ્ઞેશભાઈ ભીખુભાઇ સોલંકી નામના યુવકને પાડોશમા રહેતી ભૂમિકાબેન ખોડાભાઈ સવસૈયાએ બે દિવસ પહેલા તેની કારનો કાચ તોડી નાખ્યો હતો. સીટી પોલીસને આ બનાવની જાણ કરતા તેને જેલ હવાલે કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે તેની જામીન અરજી મંજુર થતા રાત્રે ફરી દાતરડા જેવા હથિયાર સાથે તેના ઘરે આવી ભીખુભાઇના પત્ની વર્ષાબેન ભીખુભાઇ સોલંકી પર બનાવનુ મનદુખ રાખી દાતરડા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને છોડાવવા તેનો પુત્ર જીજ્ઞેશભાઈ ભીખુભાઇ જતા તેના જમણા હાથે કોણીના નીચેના ભાગે અને ગળાના ભાગે દાતરડા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

    આ યુવતીએ અહીના રહિશોને કહ્યું હતુ કે મારે બે દિવસ જેલમાં રહેવું પડયું તમે બહાર નીકળો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગી હતી. જેથી સોસાયટીમાં રહેતા લોકો બહાર નીકળ્યા હતા. ત્યારબાદ હવે હું જેલમાંથી આવી ગઈ છું. તમને જીવતા નહિ રહેવા દેવા તેમ કહી તેની પાસે રહેલું દાતરડું બહાર કાઢી ભીખુભાઇના પુત્ર જીજ્ઞેશભાઈ સોલંકી પાસે આવી મારવા લાગી હતી. અને જમણા હાથે કોણીના નિચેના ભાગે અને ગળાના ભાગે દાતરડાનો ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending