તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli લાઠી તાલુકાનાં હીરાણા ગામમાં વાડીમાં પડી જતા પ્રૌઢાનું મોત

લાઠી તાલુકાનાં હીરાણા ગામમાં વાડીમાં પડી જતા પ્રૌઢાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે અલગ અલગ ઘટનામાં પડી જવાથી બે વ્યક્તિનું મોત થયું હતું. એક ઘટના અમરેલી શહેરમાં તથા બીજી ઘટના લાઠીના હીરાણા ગામે બની હતી.

અપમૃત્યુની પ્રથમ ઘટના લાઠી તાલુકાના હીરાણા ગામે બની હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અહીંના ચંદ્રિકાબેન બાબુભાઈ ખુંટ (ઉ. વ. 50) નામના પ્રોઢા ચાર દિવસ પહેલા પોતાની વાડીએ ધોરીયો ટપવા જતા પગ લપસી જવાથી પડી ગયા હતા. જેમને પગમાં ફ્રેક્ચર થયા બાદ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અને ગઈકાલે સવારે ઝાડા ઉલટી થયા બાદ તેમનું અચાનક મોત થયું હતું. બનાવ અંગે તેમના પતિ બાબુભાઈ વિઠ્ઠલભાઈએ પોલીસને જાણ કરતા લાઠી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.

આવી જ એક અન્ય ઘટનામાં અમરેલીના ગજેરાપરામાં કોળીવાડમાં રહેતા ભરતભાઈ મગનભાઈ દેગામા ચાલવા જતા અચાનક પડી જતા તેમને ઇજા પહોંચી હતી. જેને પગલે તેમને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...