Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના બંધના એલાન દરમિયાન ધારાસભ્ય પરેશભાઇ

અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના બંધના એલાન દરમિયાન ધારાસભ્ય પરેશભાઇ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:01 AM

અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના બંધના એલાન દરમિયાન ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી અમરેલી, વડીયા વિગેરે સ્થળે...

  • Amreli - અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના બંધના એલાન દરમિયાન ધારાસભ્ય પરેશભાઇ

    અમરેલી જિલ્લામા આજે કોંગ્રેસના બંધના એલાન દરમિયાન ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી અમરેલી, વડીયા વિગેરે સ્થળે વેપારીઓને બંધની અપીલ કરવા માટે નીકળ્યા હતા. વડીયામા સરપંચના પતિ સાથે ચકમક પણ ઝરી હતી. જેને પગલે વડીયા પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. અહી તેમણે પોલીસને આડકતરી રીતે ચિમકી પણ આપી હતી.

    વડીયામા પોલીસે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ડિટેઇન કર્યા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે અભિવ્યકિતની આઝાદીને રોકશો તો દેશમા લોકશાહી મરી જશે. પેટ્રોલપંપ પર લોકો લુંટાઇ રહ્યાં છે. ચાર વર્ષમા આ નિષ્ફળ સરકારે માત્ર લુંટવાનુ કામ કર્યુ છે. સરકાર પોલીસને પીઠુ બનાવી જનઆંદોલનને કચડી રહી છે. પરંતુ પોલીસને મારી વિનંતી છે કે કાયદાની લક્ષ્મણ રેખા ન ઓળંગે રૂપ,રૂપિયો અને રાજ કોઇના નથી. આવતીકાલ અમારી છે.

    અગાઉ તેઓ સવારે અમરેલીની બજારમા વેપારીઓને બંધની અપીલ માટે નીકળ્યા હતા અને તેમની લાગણીને માન આપી શહેરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. સાડા અગિયારેક વાગ્યાના સુમારે તેઓ વડીયાના વેપારીઓને બંધની અપીલ માટે દોડી ગયા હતા. જયારે સામાપક્ષે ગામના સરપંચ વેપારીઓને ગામ ખુલ્લુ રાખવાની અપીલ કરવા નીકળતા બંને વચ્ચે ચકમક ઝરી હતી. પોલીસે બંધ કરાવવા અને ખોલાવવા નીકળેલા જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર પાનસુરીયા અને છગનભાઇ ઢોલરીયાની પણ અટકાયત કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending