• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલીમાં પેન્શન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અમરેલીમાં પેન્શન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

અમરેલીમાં પેન્શન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:01 AM IST
અમરેલી જિલ્લા પેન્શન સમાજ દ્વારા નિવૃત્ત કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા પેન્શન સમાજ દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનમા જણાવાયું હતુ કે ગુજરાત હાઇકોર્ટ 15 જુલાઈ 2016ના મુદ્દા મુજબ સરકારને નિવૃત્ત શિક્ષકોને પેન્શન ચુકવવા આદેશ કર્યો હતો. જયારે સરકાર દ્વારા આ નિવૃત્ત શિક્ષકોના વિવિધ પ્રશ્નો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી. જેના કારણે નિવૃત કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ યોજનામા નિવૃત કર્મચારી જે તે એજન્સી મામલતદારના આવકના દાખલા રજુ કરવા કહે છે તેના બદલે નિવૃત કર્મચારીને જિલલા ટ્રેઝરી તરફ હિસાબપત્ર આવકના દાખલા માન્ય કરવા પણ માંગણી કરાઇ હતી. પેન્શનરોને તફાવતની રકમ ચુકવવા પણ માંગણી કરાઇ છે.

X
અમરેલીમાં પેન્શન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી