• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી ડિવીઝનનાં 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસ જશે

અમરેલી ડિવીઝનનાં 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસ જશે

સવારના 8 વાગ્યે અમરેલી ડેપોમાંથી 4 બસ સુરેન્દ્રનગર રવાના કરાશે, ટ્રાફિક વધુ રહેશે તો બીજી બસ પણ ફાળવાશે

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:01 AM
Amreli - અમરેલી ડિવીઝનનાં 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસ જશે
સુરેન્દ્રનગરમાં આજથી વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેળાનું ઉદ્ધઘાટન રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. જેને લઈને સૌરાષ્ટ્રના તમામ એસટી વિભાગ દ્વારા બસ મેળામાં રવાના કરવામાં આવશે. ત્યારે અમરેલી એસટી વિભાગ દ્વારા સવારના 8 વાગ્યે ડીવીઝનના 4 ડેપોમાંથી 10 બસ મેળામાં મોકલવામાં આવશે. જો કે વધુ ટ્રાફિક જણાશે તો બીજી અેકસ્ટ્ર બસ દોડાવવાનું એસટી વિભાગનાં અધિકારીઓએ કહ્યું હતું.

અમરેલી એસટી વિભાગના ચાર ડેપોમાથી એસટી બસો રવાના થશે જેમા ધારીમાથી- 2, બગસરામાથી- 2 અમરેલી-4 સાવરકુંડલામાથી-2 મળી 10 બસ સવારના 8 કલાકે સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં રવાના કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં જો ટ્રાફિક રહેશે તો અમરેલી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સેવા પણ શરૂ કરવામાં આવશે. તેવું એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

X
Amreli - અમરેલી ડિવીઝનનાં 4 ડેપોમાંથી તરણેતરના મેળામાં 10 બસ જશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App