અમરેલી જિલ્લામા દેશી વિદેશી દારૂના દુષણને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ત્યારે અમરેલી તાબાના રંગપુર રોડ પરથી પસાર થઇ રહેલી તુફાન ગાડીને અટકાવી પોલીસે તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 64 બોટલ મળી આવી હતી. પોલીસે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂા. 2.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઇંગ્લીશ દારૂની 64 બોટલ સાથે એક શખ્સ ઝડપાયાની આ ઘટના અમરેલીના રંગપુર રોડ પર બની હતી. અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એચ.સેગલીયા સહિત સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન અહીથી પસાર થતી તુફાન ગાડી અટકાવી તલાશી લીધી હતી. પોલીસને અહીથી ઇંગ્લીશ દારૂની 64 બોટલ કિમત રૂા. 25280 મળી આવી હતી.
પોલીસે આલમસિંગ મમદિયા વસુનીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે અહીથી એક મોટર સાયકલ પણ કબજે લીધુ હતુ. પોલીસે કુલ રૂા. 2.55 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો