તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીની સોસાયટીમાં બ્લોક રોડ ઉપર બમ્પ ખડકી દેવાયા

અમરેલીની સોસાયટીમાં બ્લોક રોડ ઉપર બમ્પ ખડકી દેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં લાઠી રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં બિન જરૂરી બમ્પ ખડકી દેવાયા છે. જેના કારણે અહીં રહેતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સોસાયટીઓમાં ખૂબ જ ઓછા અંતરે બમ્પ મુકવામાં આવ્યા હોય વાહન ચાલકોને ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી બિન જરૂરી બમ્પ હટાવવા રહીશોની માંગ ઉઠી છે.

અમરેલીમાં અનેક જગ્યાએ બિનજરૂરી બમ્પ ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લાઠી રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામિનારાયણ નગરમાં થોડા સમય પહેલા બ્લોક રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ નબળી કામગીરીને કારણે બ્લોક રોડમાં પણ ખાડા પડી ગયા છે. અને અહીં બ્લોક રોડ પર મોટા અને ઊંચા બમ્પ ખડકી દેવામાં આવ્યા છે. જેથી અહીં રહેતા રહીશો જ્યારે વાહન લઈને નીકળે છે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે.

આ ઉપરાંત સાંજના સમયે અહીં નાના બાળકો રમતા હોય છે જેઓ પણ આવા બમ્પના કારણે પડે છે.

અન્ય સમાચારો પણ છે...