• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલીમાંં રસ્તાનાં કામો માટે યોગ્ય ગ્રાન્ટ આપવા માંગ કરાઇ

અમરેલીમાંં રસ્તાનાં કામો માટે યોગ્ય ગ્રાન્ટ આપવા માંગ કરાઇ

ગ્રાન્ટ અપુરતી હોય ધાનાણીની DyCM સમક્ષ રજુઆત

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Amreli - અમરેલીમાંં રસ્તાનાં કામો માટે યોગ્ય ગ્રાન્ટ આપવા માંગ કરાઇ
અમરેલીના રસ્તાઓના કામો માટે યોગ્ય ગ્રાન્ટ આપવા વીરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે. અમરેલી પંથકમાં વિવિધ રસ્તાઓનું સમારકામ કરવા અને રોડને નવા બનાવવા માટે આ રજુઆત કરવામાં આવી છે.અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરતા જણાવ્યું કે, મારા મત વિસ્તારમાં નોન- પ્લાન રસ્તાઓ મંજુર કરવા માર્ગ અને મકાન પંચાયત અમરેલી દ્વારા જોબ નંબર ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. તેના આધારે જોબ નંબર અને ગ્રાન્ટતો ફાળવી છે. પરંતુ ગ્રાન્ટ અપૂરતી ફાળવી છે. તેવું વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું છે.

ક્ષતિયુક્ત દરખાસ્ત જણાતા અમરેલી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા રોડના નકશા ફરીથી બનાવવા પડયા છે. જેના કારણે વધારાની ગ્રાન્ટની જરૂર પડી છે. આ ગ્રાન્ટ વહેલી તકે ગુજરાત સરકાર ફાળવી આપે તેવી વીરોધ પક્ષના નેતાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી લેખી રજુઆત કરી છે.

X
Amreli - અમરેલીમાંં રસ્તાનાં કામો માટે યોગ્ય ગ્રાન્ટ આપવા માંગ કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App