• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ

અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ

અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ કચરો હટાવ્યો નથી. જેના કારણે આ...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Amreli - અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ
અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ કચરો હટાવ્યો નથી. જેના કારણે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેમજ વિસ્તાર અતયંત દુર્ગંધ મારી રહ્યો છે. જેના કારણે આજુબાજુના વેપારી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ તેમજ અમરેલી પાલિકા તંત્રએ જાણે સ્વચ્છતા અભયાનના લીરેલીરા ઉડાવ્યા હોય તેમ છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી જ નથી. એક તરફ દેશમાં ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમરેલી શહેરમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમજ પાલિકા તંત્ર આ અભિયાનના સરેઆમ લીરેલીરા ઉડાવી રહી છે. ત્યારે અમરેલીમાં જુની શાકમાર્કેટ પાસે કાપડીયા ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાલિકા તંત્રએ સફાઈ કરી જ નથી. જેના કારણે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ છેલ્લા ઘણા દિવસોથી પડેલા કચરા ઢગ અત્યંત દુર્ગંધ મારી રહ્યા છે. આ વિસ્તાર દિવસ દરમિયાન લોકોથી ધમધમી રહ્યો છે. અહી રોજના હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવે છે. તેમજ આ વિસ્તારમાં વેપારીઓની દુકાન પણ આવેલી છે.ત્યારે વેપારીઓનું કહેવું છે કે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે અમારે આ વિસ્તારમાં ધંધો કરવો બહુ મુશ્કેલ બની ગયો છે. ત્યારે નિંદ્રાધીન પાલિકા તંત્ર વહેલી તકે આ વિસ્તારમાંથી કચરાના ઢગ હટાવે તેવી વેપારી લોકોની માંગ છે. તસ્વીર- જયેશ લીંબાણી

X
Amreli - અમરેલી શહેરના જૂની શાકમાર્કેટના કાપડીયા ચોકમાં છેલ્લા 15દિવસથી પાલિકા તંત્રએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App