• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • છતડીયામાં અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

છતડીયામાં અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

છતડીયામાં અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:01 AM IST
અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિત મોતને ભેટી હતી. રાજુલા તાબાના છતડીયા ગામે રહેતા યુવકે ઝેર પી જીવન ટુંકાવ્યું હતુ. જયારે ધારી તાબાના ઝર ગામે યુવકનુ વિજશોક લાગતા મોત નિપજયું હતુ.

અપમૃત્યુની પ્રથમ ઘટના રાજુલાના છતડીયા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા લાખાભાઇ રણછોડભાઇ સાંખટ નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ રાજુલા અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આતુભાઇ સાંખટે રાજુલા પોલીસ મથકમા જાણ કરતા બનાવ અંગે એએસઆઇ જે.આર.સાંખટ તપાસ ચલાવી રહ્યાં છે.

જયારે અન્ય એક ઘટનામા ધારી તાબાના ઝર ગામે રહેતા ગોવિંદભાઇ પુંજાભાઇ દાફડા (ઉ.વ.40) ડીશ કેબલ વાયરનુ કામ કરતા હોય અચાનક વિજશોક લાગતા તેનુ મોત નિપજયું હતુ. આ બારામા હસમુખભાઇ કાળુભાઇ દાફડાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી.

X
છતડીયામાં અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી