Home » Saurashtra » Latest News » Amreli » Amreli - સાવરકુંડલાનાં વેપારીએ રૂ. 1.39 કરોડની વેટ ચોરી કરાતા ફરિયાદ

સાવરકુંડલાનાં વેપારીએ રૂ. 1.39 કરોડની વેટ ચોરી કરાતા ફરિયાદ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:01 AM

Amreli News - વારંવાર નોટીસ છતાં વેપારી તંત્રને જવાબ આપતા ન હતાં

  • Amreli - સાવરકુંડલાનાં વેપારીએ રૂ. 1.39 કરોડની વેટ ચોરી કરાતા ફરિયાદ
    રાજુલાના એક વેપારી સામે ગઇકાલે 1.57 કરોડની વેટ ચોરી અંગે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ હવે વેટ અધિકારી દ્વારા સાવરકુંડલાના એક કારખાનેદાર સામે પણ રૂા. 1.39 કરોડના વેટની રકમ ભરપાઇ નહી કરવા સબબ ફોજદારી ફરીયાદ નોંધાવવામાં આવી છે. અમરેલીના વેટ અધિકારી આર.કે. મુનીયા દ્વારા આજે સાવરકુંડલામાં અમરેલી રોડ પર મારૂતિનગરમાં રહેતા કારખાનેદાર અશોક ભીમજીભાઇ ચૌહાણ સામે આ ફોજદારી ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે અશોક ચૌહાણ સાવરકુંડલામાં શ્રીરામ સ્ટીલ વર્કસ નામનુ કારખાનુ ધરાવે છે અને તા. 1/1/11 થી તા. 24/6/14 ના સમયગાળા દરમિયાન આ કારખાનેદાર દ્વારા આવડી રકમની વેટ ચોરી કરવામાં આવી હતી. તેના કારખાનાની નોંધણી રદ કરવામાં આવી હતી અને રૂા. 1.39 કરોડના વેલ્યુએડેડ ટેક્સની આકારણી થયા બાદ તેને વારંવાર નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં આ વેપારી દ્વારા વ્યાજ સાથે ટેક્સની રકમ ભરપાઇ કરવામાં આવતી ન હોય અને વેરો ટાળવાનો પ્રયાસ કરાતો હોય આખરે તેની સામે વેરા અધિકારીએ ગુનો નોંધાવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ